Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોકી વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરુઆત, 2-0થી સ્પેન સામે મેળવી ધમાકેદાર જીત

આજથી ઓડિશામાં હોકી વર્લ્ડ કપ 2023ની શરુઆત થઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર 2 શહેરોમાં હોકી વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે હોકી વર્લ્ડ કપ 2023ની શરુઆત જીત સાથે કરી હતી. રાઉરકેલામાં સ્પેન સામેની મેચમાં ભારતીય ટીમે 2-0થી ધમાકેદાર જીત મેળવી હતી. આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા માટે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયક સહિત અનેક દર્શકો સ્ટેડિયમમાં હાજર રહ્યાં à
હોકી વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરુઆત  2 0થી સ્પેન સામે મેળવી ધમાકેદાર જીત
આજથી ઓડિશામાં હોકી વર્લ્ડ કપ 2023ની શરુઆત થઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર 2 શહેરોમાં હોકી વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે હોકી વર્લ્ડ કપ 2023ની શરુઆત જીત સાથે કરી હતી. રાઉરકેલામાં સ્પેન સામેની મેચમાં ભારતીય ટીમે 2-0થી ધમાકેદાર જીત મેળવી હતી. આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા માટે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયક સહિત અનેક દર્શકો સ્ટેડિયમમાં હાજર રહ્યાં હતા. ભારતની જીતથી સમગ્ર દેશમાં ઉત્સવ અને ઉજવણીનો માહૌલ છે. હોકી વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનો પ્રથમ ગોલ એ હોકી વર્લ્ડ કપ ઈતિહાસનો 200મો ગોલ હતો.
Advertisement

ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આજે હોકી વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ આર્જેન્ટિના અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આર્જેન્ટિનાની ટીમે 1-0થી જીત મેળવી છે. બપારે 3 વાગ્યે રમાયેલી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 8-0થી ફ્રાન્સ સામે જીત મેળવી હતી. બિરસા મુંડા સ્ટેડિયમમાં સાંજે 5 વાગ્યે ઈંગ્લેન્ડ અને વેલ્સ ત્રીજી મેચ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 5-0થી ધમાકેદાર જીત મેળવી હતી.


હાલમાં જ હોકી વર્લ્ડ કપ માટે દુનિયાના સૌથી મોટા હોકી સ્ટેડિયમમાંથી એક એવા Birsa Munda stadiumનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. આજે આ જ સ્ટેડિયમમાં ભારત અને સ્પેન વચ્ચેની આ મેચ યોજાઈ હતી. આ સ્ટેડિયમ 21,000 દર્શકોની ક્ષમતા ધરાવે છે.

Advertisement


પ્રથમ અને બીજા કવાર્ટરમાં શું થયું ?

15 મિનિટનો પ્રથમ કવાર્ટર ખત્મ થાય તે પહેલા જ અમિત રોહિદાસે વર્લ્ડ કપમાં ભારત તરફથી પ્રથમ ગોલ કર્યો હતો. 12મી મિનિટે કરવામાં આવેલો મેચનો આ પ્રથમ ગોલ ભારતનો વર્લ્ડ કપનો 200મો ગોલ હતો.

Advertisement

આપણ  વાંચો-  ભારતીય મહિલા ક્રિકેટરનું થયું મોત, આ સ્થળ પરથી મળ્યો મૃતદેહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.